તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
હીરામણિ સ્કૂલનું ગૌરવ ઝીલ પટેલ

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણઃ-૧૦ (SSC) ની શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ની વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી માધ્યમના ૬,૩૪,૧૯૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઝીલ નરેશભાઈ પટેલ અમદાવાદ ગ્રામ્યમાં બોર્ડમાં પ્રથમ નંબરે ૬૦૦ ગુણ માંથી ૫૮૯ ગુણ ૯૮.૧૭ % સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું છે.આ વિશેષ સિદ્ધિ બદલ જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ, પૂર્વ રાજ્યસભા સાંસદશ્રી નરહરિ અમીન સર, ઉપ--મુખ શ્રી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડો. વરૂણભાઇ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ. શ્રી ભગવતભાઈ અમીન તેમજ શાળાના આચાર્યા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
