<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગુજરાત મેટ્રોમાં નોકરીની તક :383 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : 28 મે અરજી કરવાની છેલ્લી તારીખ

ઓપરેશન્સ અને મેન્ટેનન્સમાં નોન એક્ઝિક્યુટીવમાં 383 ખાલી પોસ્ટમાં ભરતી :ડિપ્લોમા અને આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક

અમદાવાદ :ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓપરેશન્સ અને મેન્ટેનન્સમાં નોન એક્ઝિક્યુટીવમાં 383 ખાલી પોસ્ટમાં ભરતી કરવા માટે જાહેરાત કરી છે. ડિપ્લોમા અને આઈટીઆઈની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીની આ સુવર્ણ તક છે. GMRCની ભરતી ઓનલાઈન મોડમાં લેવામાં આવશે.

 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે જાહેરાત ક્રમાંક GMRC/HR/RECT/O&M/2026/15 અંતર્ગત નોન-એક્ઝિક્યુટિવ (O&M)ની 383 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. 29 એપ્રિલ 2026થી ફોર્મ ભરવાની શરુઆત થઈ ચૂકી છે. ઉમેદવારો છેલ્લી તારીખ 28 મે 2026 સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરીને ફી ભરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને ગાંધીનગર, સુરત, અમદાવાદ તેમજ ગુજરાતમાં ચાલતા બીજા મેટ્રો પ્રોજેક્ટ્સમાં મૂકવામાં આવશે.

 

  • સ્ટેશન કંટ્રોલર / ટ્રેન ઓપરેટર (SC/TO)-89
  • જુનિયર એન્જિનિયર (JE) – ઇલેક્ટ્રોનિક્સ 38
  • જુનિયર એન્જિનિયર (JE)-ઇલેક્ટ્રિકલ 4
  • મેન્ટેનર – (MNTR) – ઇલેક્ટ્રિકલ 129
  • મેન્ટેનર – (MNTR) – ઇલેક્ટ્રોનિક્સ 101
  • મેન્ટેનર (MNTR) – ફિટર 22

 

  • પ્રારંભિક તારીખ: 29 એપ્રિલ 2026
  • છેલ્લી તારીખ: 28 મે 2026
  • ફી ચુકવણીની છેલ્લી તારીખ 31 મે 2026
  • પરીક્ષા: સંભવિત જૂન/જુલાઈ 2026

 

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન શાખામાં એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું આવશ્યક છે.18થી 28 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરવા લાયક છે.

કેટેગરી ફી:

સામાન્ય (પુરુષ): રુ. 600

SC/ST/SEBC/EWS/મહિલા રુ.300

(1:18 PM IST)