News of Thursday, 28th May 2026
કે. એસ. બી. સ્વાશ્રય વિદ્યાલય કરકથલ ખાતે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિર અને તેજસ્વી તારલાઓનો સન્માન સમરોહ યોજાયો
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ - સાણંદ તાલુકાના 24 ગામમાં વસવાટ કરતા કારડીયા રાજપૂત સમાજના ધોરણ 10 માં પ્રથમ 1 થી 3 નંબરે આવેલા તેમજ ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ, વિનયન અને વાણિજ્ય પ્રવાહના 1 થી 3 નંબરે ઉતીર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025/26 માં આ 24 ગામમાંથી વિવિધ વિભાગોમાં સરકારી નોકરીમાં જોડાનાર કારડીયા રાજપૂત સમાજના 16 યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાણંદ વિરમગામ તાલુકા કારડીયા રાજપૂત સમાજનું ગૌરવ એવા ડૉ.જયેન્દ્રસિંહ જાદવ (મહાપાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, અધ્યક્ષ, 360 ડિગ્રી નવી શિક્ષણ નીતિ ગાંધીનગર) તેમજ જી.આર.સી..એ. સુરેન્દ્રનગરના માધ્યમથી સમગ્ર રાજપૂત સમાજમાં યુવાનોને સરકારી નોકરીની તૈયારી કરાવી, શિસ્તના પાઠ ભણાવી ગુજરાતના ખૂણે ખૂણે એક એક સરકારી ઓફિસમાં પહોંચાડનાર યુવાનોના આદર્શ અને માર્ગદર્શક વિક્રમસિંહ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બન્ને મહાનુભાવો એ સમાજમાં શિક્ષણઅને સંસ્કાર થકી સંતતિના ભવિષ્ય નિર્માણ માટે સંપત્તિ નો સદુપયોગ થાય અને સમાજ સમૃદ્ધિ ના પથ પર આગળ વધે તે દિશામાં ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. ધોરણ 10 / 12 પછી શું કરવું, ક્યા ક્ષેત્રોમાં ભવિષ્ય માં તકો છે, જાહેર પરીક્ષાઓની તૈયારી કઈ રીતે કરવી તેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમની વિશેષતા એ છે કે સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંચાલન, વ્યવસ્થા, તેમજ નાણાકીય ખર્ચ સાણંદ વિરમગામ તાલુકા 24 ગામના કારડીયા રાજપૂત સમાજના ના શિક્ષક અને શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા માઁ સરસ્વતી ના ઉપાસક એવા સમાજબંધુઓના માધ્યમથી સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ કિરીટસિંહ ગોહિલ,મંત્રી હિતુભા મોરી, શ્રી ભવાની ધામના પ્રમુખ ભરતસિંહ સિંધવ તેમજ સમાજના વડીલો અને આગેવાનોએ સવિશેષ હાજરી આપી હતી
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
