તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
કડી અને મહેસાણામાં સીલ કરાયેલા ગોડાઉન ખોલીને સબ સ્ટાન્ડર્ડ પશુઆહારના જથ્થાના નિકાલની કામગીરી શરૂ
અલદેસણ, નગરાસણ અને લીંચ ખાતે આવેલા ચાર વેરહાઉસના સીલ ખોલી પશુઆહારના જથ્થાની ગણતરી શરૂ:તંત્ર દ્વારા ખાડો ખોદીને પશુઆહારનો જથ્થો દાટી તેનો નાશ કરાશે

મહેસાણાઃ કડી અને મહેસાણામાં સીલ કરાયેલા ગોડાઉન ખોલીને સબ સ્ટાન્ડર્ડ પશુઆહારના જથ્થાના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકની આગેવાનીમાં સવારે 8 વાગ્યાથી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અલદેસણ, નગરાસણ અને લીંચ ખાતે આવેલા ચાર વેરહાઉસના સીલ ખોલી પશુઆહારના જથ્થાની ગણતરી શરૂ કરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટમાં પશુઆહારનો જથ્થો સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યા બાદ તેના નિકાલની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ખાડો ખોદીને પશુઆહારનો જથ્થો દાટી તેનો નાશ કરવામાં આવશે. સમગ્ર કામગીરી દરમિયાન પશુપાલન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મામલે અમદાવાદ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે.જી. બ્રહ્મક્ષત્રિયે પણ માહિતી આપી હતી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
