તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
કમલમની શિખામણ એળે ગઈ:નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં જૂથબંધી યથાવત...
પ્રશિક્ષણ શિબિરમાં સાંસદ , ધારાસભ્યને આમંત્રણ ના આપ્યું .

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં લાંબા સમયથી ચાલી આવતી આંતરિક જૂથબંધી " હાઇકમાન્ડ "ની શિખામણ (કે ઠપકો ?) મળ્યા પછી પણ યથાવત રહેવા પામી છે . એમ પણ કહી શકાય કે ઉત્તરોત્તર વધવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા ભાજપમાં ઘણા લાંબા સમયથી જૂથબંધી ચાલી રહી છે ત્યારે અમુક હોદ્દેદારોના અપમાનજનક વર્તનથી ત્રાસીને મહિલા ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ ધરણા પર બેસી જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગણી કરી હતી નહીતો પોતે ધારાસભ્યપદેથી રાજીનામુ આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી,ડો. દર્શનાના આ ધરણા પ્રદર્શનને સાંસદ મનસુખભાઈ વસાવા સહીત ભાજપ ના પાયાના કાર્યકરોએ સમર્થન આપ્યું હતું . ત્યારબાદ પ્રદેશ હાઇકમાન્ડે સૌને ગાંધીનગર બોલાવી મામલો થાળે પાડ્યો હતો. જોકે હાઇકમાન્ડની શિખામણ કહો કે ઠપકો જિલ્લા ભાજપ ની વરવી જૂથબંઘી યથાવત રહી છે . જાણવા મળ્યા મુજબ અત્રે કેવડિયા ની એક હોટલ માં જિલ્લા ભાજપની તાલીમ શિબિર માં જિલ્લા સંગઠન તરફ થી સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ડો . દર્શના દેશમુખ ને આમંત્રણ આપવામાં નથી આવ્યું. જેથી ભાજપ કાર્યકરોમાં નારાજગી હોવાનું કહેવાય છે . ત્યારે નર્મદા જિલ્લા ભાજપની આ જૂથબંધી દૂર કરવા પ્રદેશ હાઇકમાન્ડ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું .
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
