<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કંડલા ફોરમ ૨૦૨૬ઃ હાઇડ્રોજન કાઉન્સિલના વૈશ્વિક નેતાઓ અને મેરીટાઇમ લીડર્સને dpa કંડલા ખાતે ઍક મંચ પર


રાજકોટઃ તા.૮,દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા દ્વારા કંડલા ફોરમ ૨૦૨૬ ‘‘રેન્કીંગ મેરીટાઇમ ડીકેરબોનીશેશન’  જ્ઞાનની વહેંચણી અને ટેક્નોલોજી ટ્રાન્સફરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાઇડ્રોજન, ક્લીન ઍનર્જી, શિપિંગ, શિપબિલ્ડિંગ, ઍન્જિનિયરિંગ, ટેકનો ેલોજી અને નાણાકીય ક્ષેત્રોના અગ્રણી વૈશ્વિક અને ભારતીય હિતધારકોને ઍકસાથે લાવવામાં આવ્યા હતા.
 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્નાં છે. તેના વિકસતા ગ્રીન હાઇડ્રોજન અને ક્લીન-ફ્યુઅલ ઇકોસિસ્ટમ દ્વારા ઝ઼ભ્ખ્ કંડલાને ગ્રીન ઍનર્જી, સસ્ટેનેબલ શિપિંગ અને મેરીટાઇમ ડીકાર્બોનાઇઝેશનના ઉભરતા હબ તરીકે સ્થાપિત કરી રહ્નાં છે.
ફોરમમાં ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો, જેમાં ૬૨ ણ્ક્કફુશ્વંફિંઁ ઘ્ં્યઁણૂજ્ઞ્શ્ર સભ્ય કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા ૨૦૦થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. તેમાં ઇલેક્ટ્રોલાઇઝર અને સાધન ઉત્પાદકો, ઍનર્જી અને ઇન્ડસ્ટ્રિયલ ગેસની અગ્રણી કંપનીઓ, ઍન્જિનિયરિંગ અને ચ્ભ્ઘ્ કંપનીઓ, મોબિલિટી ઉત્પાદકો, શિપિંગ અને મેરીટાઇમ સંસ્થાઓ, ક્લાસિફિકેશન સંસ્થાઓ અને પ્રોજેક્ટ ફાઇનાન્સ સંસ્થાઓનો સમાવેશ થતો હતો. તેમની સાથે ભારતીય ઉત્પાદકો, ડેવલપર્સ અને ઓફટેકર્સ, શિપિંગ અને શિપબિલ્ડિંગ કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને અન્ય હિતધારકો પણ જોડાયા હતા, જેના પરિણામે લગભગ ૨૦૦ વરિષ્ઠ નેતાઓ ઍકસાથે આવ્યા હતા.
શ્રી સુશીલ કુમાર સિંહ, ત્ય્લ્પ્ચ્, ચેરમેન, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા, ઍ કંડલાના ગ્રીન હાઇડ્રોજન અને ડેરિવેટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેરીટાઇમ ઍનર્જી ટ્રાન્ઝિશનમાં તેની ઉભરતી ભૂમિકા અંગે વૈશ્વિક ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે વ્યાપક ચર્ચા કરી. તેમની પ્રેઝન્ટેશન દરમિયાન ઝ઼ભ્ખ્ના ચેરમેને ઝ઼ભ્ખ્ના હાલના અને આયોજિત ગ્રીન-ઍનર્જી ઇન્ફાસ્ટ્રક્ચરની રૂપરેખા રજૂ કરી, જેમાં પાવર, પાણી અને જમીનની ઉપલબ્ધતા, ગ્રીન હાઇડ્રોજન અને ડેરિવેટિવ સુવિધાઓ, મેથેનોલ બંકરિંગ અને રોકાણ, સંયુક્ત સાહસો તથા નવી ટેક્નોલોજીના ઉપયોગ માટેની તકો અંગે પોર્ટની સ્થિતિનો સમાવેશ થાય છે. તેમણે વૈશ્વિક ઉદ્યોગ નેતાઓને કંડલા સાથે નજીકથી જોડાવા અને તેના ગ્રીન ટ્રાન્સફોર્મેશનમાં ભાગીદાર બનવા આમંત્રિત કર્યા, તેમજ ઉદ્યોગપ્રપોર્ટ વચ્ચેની ભાગીદારીને સંવાદથી આગળ લઈ જઈને નક્કર સહયોગ અને પ્રોજેક્ટ્સ તરફ આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
 
ફોરમની સાથે ગાંધીધામ સ્થિત ઍડમિનિસ્ટ્રેટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે ઍક ટેકનો ેલોજી ઍક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં ભાગ લેનારી કંપનીઓના સોલ્યુશન્સ અને ટેક્નોલોજીઓને વધુ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, 
 કંડલા ફોરમ ૨૦૨૬નું સફળ આયોજન દીનદયાલ પોર્ટ ઓથોરિટીની કંડલાને ગ્રીન ફ્યુઅલ્સ, ગ્રીન શિપિંગ, શિપબિલ્ડિંગ અને મેરીટાઇમ ડીકાર્બોનાઇઝેશનના ઉભરતા હબ તરીકે સ્થાપિત કરવાની યાત્રામાં વધુ ઍક મહત્વપૂર્ણ પગલું છે, જ્યારે તેવું પ્લેટફોર્મ પણ તૈયાર કરે છે જ્યાં વૈશ્વિક નિપુણતા, ટેક્નોલોજી અને રોકાણ ભારતની વધતી ગ્રીન મેરીટાઇમ મહત્વાકાંક્ષાઓ સાથે ઍકત્ર થઈ શકે છે.(૩પ-રર) 

(3:17 PM IST)