<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

વડોદરામાં વોર્ડ 11માંથી કોંગ્રેસે ટિકિટ આપેલા ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા બન્યા

કોંગ્રેસી નેતાઓનું અનુમાન છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પક્ષવિરોધી બનાવવામાં આવ્યા હોવાની શક્યતા

વડોદરામાં વોર્ડ 11માંથી કોંગ્રેસે ટિકિટ આપેલા ઉમેદવાર કનુ પ્રજાપતિ સંપર્ક વિહોણા બન્યા હોવાની ઘટના સામે આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શહેર પ્રમુખે પણ ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચી લેવાય તેવી ભીતિ વ્યક્ત કરી છે. કોંગ્રેસી નેતાઓનું અનુમાન છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પક્ષવિરોધી બનાવવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારને શોધવા માટે મામલતદાર પશ્ચિમની કચેરીએ પહોંચ્યા હતા, જોકે હજુ સુધી તેમની કોઈ પત્તો મળી શક્યો નથી.

(7:21 PM IST)