તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વડોદરાના જરોદ ગામના ડેરીવાળા ફળિયામાં કપિરાજે ભારે આતંક મચાવ્યો: બે મહિલા અને બે પુરુષોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા
આ ગંભીર સમસ્યાને પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ અને કપિરાજને વહેલી તકે પાંજરે પૂરવા માટે ફળિયામાં પાંજરું ગોઠવીને આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના જરોદ ગામના ડેરીવાળા ફળિયામાં છેલ્લા ત્રણ દિવસથી એક કપિરાજે ભારે આતંક મચાવ્યો છે. કપિરાજે અત્યાર સુધીમાં બે મહિલા અને બે પુરુષો સહિત કુલ 4 લોકોને બચકાં ભરીને ઇજાગ્રસ્ત કર્યા છે. વાંદરાના આ હિંસક હુમલાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ છવાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. આ ગંભીર સમસ્યાને પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ છે અને કપિરાજને વહેલી તકે પાંજરે પૂરવા માટે ફળિયામાં પાંજરું ગોઠવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
