તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 27th July 2026
કપરાડા ૪ ઇંચ, અમીરગઢ ૩.૧૫, ડીસા ૨.૮૩ અને રાહ ૨.૪ ઇંચઃ ઉકાઇ ડેમની જળ સપાટી ૩૧૬ ફુટે પહોંચીઃ કોઝવે ઉપરથી હજુ ૪૩૦૦૦ ક્યુસેક પાણી વહે છેઃ મધુવન ડેમમાં પાણીની આવક ઘટી છતાં ૮ દરવાજા હજુ ખુલ્લા
રાજ્યના ૧૩૭ તાલુકાઓમાં ધીમીધારે વરસતા મેઘરાજા : પાણી ઓસર્યા ભારે તારાજી સામે આવી... કરોડો નુ નુકસાન... વીમા કંપનીઓ થઈ દોડતી વાવ, થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લા માં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે યલો એલર્ટ જાહેર કરાયું, તંત્ર સજ્જ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા રાજ્યભરમાં ધીરેધારે વરસતા ૧૩૭ તાલુકાઓમાં હળવા થી ૪ ઇંચ સુધી નો વરસાદ વરસ્યો છે, જોકે આજે વાવ, થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જીલ્લા માં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે યલો એલર્ટ જાહેર કરાતા તંત્ર વધુ સચેત બન્યું છે.
ભરાયેલા પાણી ઓસરતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાની સામે આવી રહી છે, માલ, મિલકત નુ કરોડો રૂપિયા નું નુકસાન સામે આવે છે, ઉમરગામ, દમણ, તેમજ વાપી પંથક માં ભરાયેલા પાણી ને પગલે અનેક યુનિટો માં કરોડો રૂપિયા ની મશીનરી માં ભારે નુકસાની સામે આવી છે, વીમા કંપનીઓ દોડતી થઈ છે.
તા.૨૨ની મધરાત્રે અને તા.૨૩ના રોજ પડેલા ભારે વરસાદ ના પાણી એ વાપી નજીકના ટુકવાડા વિસ્તારમાં આવેલ અવધ યુટોપીયામાં કરોડો રૂપિયા ના બંગલા માં અતી ભારે નુકસાની જોવા મળી રહી છે, એમાં પણ ગઈકાલે એક બાળકની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બંગાળની ખાડીમાં વોલ માર્કેડ લો પ્રેશર બનવાની સંભાવનાને પગલે આગામી તા.૩૦,૩૧ જુલાઈ અને ૧ લી ઑગસ્ટ દરમ્યાન દક્ષિણ ગુજરાત પંથક માં ભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળ સપાટી આજે સવારે ૮ કલાકે ૩૧૬ ફૂટે પહોંચી છે, ડેમ માં ૧૧૬૮૯ ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ૮૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જાળ સપાટી આજે સવારે ૬.૫૮ મીટરે પહોંચી છે, હજુ પણ અહીંથી ૪૨,૯૮૩ ક્યુસેક પાણી વહી રહ્યું છે, જ્યારે દમણગંગા નદીના મધુબન ડેમ માં પાણી આવક ઘટતા ડેમ ની જળ સપાટી આજે સવારે ૭ કલાકે ૭૨.૧૫ મીટરે પહોંચી છે, ડેમ માં ૬૧,૬૧૬ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૩૭,૦૩૩ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૮ દરવાજા ૧.૨૦ મીટર જેટલા ખુલ્લા રખાયા છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક માં રાજ્ય માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૯૯ મિ.મી. (૩.૯૦ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૮૦ મિ.મી. (૩.૧૫ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ૭૨ મિ.મી. (૨.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકામાં ૬૧ મિ.મી. (૨.૪૦ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં ૪૫ મિ.મી. (૧.૭૭ ઇંચ) વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૪૫ મિ.મી. (૧.૭૭ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪૪ મિ.મી. (૧.૭૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં ૪૪ મિ.મી. (૧.૭૩ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં ૩૭ મિ.મી. (૧.૪૬ ઇંચ) વરસાદ નોંધાયો.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૩૫ મિ.મી. (૧.૩૮ ઇંચ) વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લાના આહવા (ધ ડાંગ્સ) તાલુકામાં ૩૦ મિ.મી. (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં ૨૮ મિ.મી. (૧.૧૦ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં ૨૭ મિ.મી. (૧.૦૬ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ૨૫ મિ.મી. (૦.૯૮ ઇંચ) વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લાના ચીખલી (ચિકડા) તાલુકામાં ૨૪ મિ.મી. (૦.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના હડાદ તાલુકામાં ૨૪ મિ.મી. (૦.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં ૨૨ મિ.મી. (૦.૮૭ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ૨૧ મિ.મી. (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં ૨૧ મિ.મી. (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ૨૧ મિ.મી. (૦.૮૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ૧૯ મિ.મી. (૦.૭૫ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૧૮ મિ.મી. (૦.૭૧ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં ૧૭ મિ.મી. (૦.૬૭ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ) વરસાદ નોંધાયો.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૧૬ મિ.મી. (૦.૬૩ ઇંચ) વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં ૧૫ મિ.મી. (૦.૫૯ ઇંચ) વરસાદ નોંધાયો.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ૧૫ મિ.મી. (૦.૫૯ ઇંચ) વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૪ મિ.મી. (૦.૫૫ ઇંચ) વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ૧૪ મિ.મી. (૦.૫૫ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ૧૩ મિ.મી. (૦.૫૧ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં ૧૨ મિ.મી. (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકામાં ૧૧ મિ.મી. (૦.૪૩ ઇંચ) વરસાદ નોંધાયો.
વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં ૧૧ મિ.મી. (૦.૪૩ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના સાણંદ, બનાસકાંઠાના ધાનેરા, મહેસાણાના કડી અને ખેરાલુ તાલુકામાં ૧૦ મિ.મી. (૦.૩૯ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકામાં ૯ મિ.મી. (૦.૩૫ ઇંચ) વરસાદ નોંધાયો.
સાબરકાંઠાના હિમતનગર, રાજકોટના રાજકોટ, ખેડાના કપડવંજ, કચ્છના રાપર, પાટણના સિદ્ધપુર અને પાટણ, સાબરકાંઠાના વડાલી, આણંદના ખંભાત તથા સુરતના અરેઠ તાલુકામાં ૮ મિ.મી. (૦.૩૧ ઇંચ) વરસાદ નોંધાયો.
દાહોદના ધાનપુર, પાટણના હારીજ અને સામી, ડાંગના વઘઈ, બોટાદના બોટાદ અને રાણપુર તાલુકામાં ૭ મિ.મી. (૦.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ શહેર, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના તલોદ અને પ્રાંતિજ, પાટણના સાંતલપુર તથા નવસારીના વાંસદા તાલુકામાં ૬ મિ.મી. (૦.૨૪ ઇંચ) વરસાદ નોંધાયો.
ખેડાના કઠલાલ, મહેસાણાના જોટાણા અને સતલાસણા, સુરેન્દ્રનગરના વઢવાણ, સાબરકાંઠાના વિજયનગર, પંચમહાલના શેહરા, દાહોદના સિગવડ, નર્મદાના ડેડિયાપાડા, તાપીના ડોલવણ, મોરબીના મોરબી, બોટાદના બરવાળા, છોટાઉદેપુર તાલુકા અને વાવ-થરાદના વાવ તાલુકામાં ૫ મિ.મી. (૦.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ, બનાસકાંઠાના કાંકરેજ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, ખેડાના ફાગવેલ, દાહોદના ફતેપુરા અને દાહોદ તાલુકામાં ૪ મિ.મી. (૦.૧૬ ઇંચ) વરસાદ નોંધાયો છે, આ ઉપરાંત રાજ્ય ના અન્ય ૫૩ તાલુકાઓમાં ૧ થી ૪ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
