News of Sunday, 8th November 2026
દાહોદના સંજેલી તાલુકાના કરંબા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ધીંગાણું
સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ :ઉશ્કેરાયેલા ટોળાએ જનરક્ષક પર પણ પથ્થરમારો કર્યો પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસનો મોટો કાફલો કરંબા ગામે પહોંચ્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામમાં જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર ધીંગાણું સર્જાયું છે. ત્રણ મહિના પહેલા થયેલા એક અકસ્માતની જૂની અદાવત ફરી એકવાર સામે આવી છે અને મામલો એટલો વણસ્યો કે બંને પક્ષો સામસામે આવી ગયા હતા ગામમાં અચાનક સર્જાયેલી આ બબાલને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો
ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ જનરક્ષક પર પણ પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસનો મોટો કાફલો કરંબા ગામે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂની અદાવતના કારણે થયેલા આ ધીંગાણાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
