<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્રનો મોટો નિર્ણય: પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે દોડશે વિશેષ મેમૂ ટ્રેન

આગામી ૮ અને ૯ નવેમ્બરના રોજ બંને દિશામાં અનારક્ષિત વિશેષ ટ્રેન સેવા રહેશે કાર્યરત, ડભોઈ અને ચાંદોદ સ્ટેશનો પર પણ આપશે હોલ્ટ

વડોદરા : દિવાળી અને છઠ પૂજાના પવિત્ર તહેવારો દરમિયાન મુસાફરોની અવિરત ભીડ અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આગામી ૮ અને ૯ નવેમ્બરના રોજ વિશેષ અનારક્ષિત મેમૂ ટ્રેન દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

રેલવે તંત્ર દ્વારા પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, તહેવારોના આ દિવસોમાં સ્ટેશનો પર વધતા દબાણને હળવું કરવા માટે આ વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જે મુસાફરો માટે સમયસર અને સરળ આવાગમનનો નવો વિકલ્પ પૂરો પાડશે.

 

આ વિશેષ ટ્રેન અંગે સમયપત્રક જાહેર કરતા રેલવે સૂત્રોએ જણાવ્યું છે કે ટ્રેન નંબર ૦૯૧૭૩ પ્રતાપનગર-એકતાનગર મેમૂ પ્રતાપનગરથી સવારે ૦૭:૩૫ કલાકે ઉપડીને સવારે ૦૯:૦૫ કલાકે એકતાનગર પહોંચશે, જ્યારે પરત ફટકાની ટ્રેન નંબર ૦૯૧૭૪ એકતાનગર-પ્રતાપનગર મેમૂ વિશેષ એકતાનગરથી સાંજે ૦૭:૦૦ કલાકે રવાના થઈને રાત્રે ૦૮:૩૦ કલાકે પ્રતાપનગર પરત ફરશે.

 

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વિશેષ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ પર બંને દિશામાં ડભોઈ અને ચાંદોદ રેલવે સ્ટેશન પર પણ રોકાણ કરશે, જેથી આ રૂટના આસપાસના ગામો અને કસ્બાઓના મુસાફરો પણ તેનો સીધો લાભ મેળવી શકશે.

 

તહેવારોના આ દિવસોમાં ટ્રેનમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ કોઈપણ અસુવિધાથી બચે તે માટે રેલવે દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અને મુસાફરોને ટ્રેનના સચોટ સમયપત્રક તથા અન્ય વિગતવાર માહિતી માટે રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

આ અગાઉ પણ તહેવારોની મોસમમાં મુસાફરોની વધતી અવરજવરને પહોંચી વળવા રેલવે પ્રશાસન દ્વારા અનેક રૂટ પર સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે, જેનાથી હજારો પ્રવાસીઓને પોતાના વતન કે પર્યટન સ્થળો સુધી પહોંચવામાં મોટી રાહત મળી રહી છે.

(7:12 PM IST)