<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ખેડાના ઠાસરામાં કેનાલ રોડ પર ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકયુ :2 લોકોના કરૂણ મોત

ભયાનક દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર ૨ વ્યક્તિઓના કેનાલના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં એક અત્યંત ગમખ્વાર અને કરૂણ અકસ્માત સર્જાયાના માઠા સમાચાર સામે આવ્યા છે. ઠાસરાના કેનાલ રોડ પરથી પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં ધસમસતી કેનાલમાં પલટી મારીને અંદર ખાબક્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર ૨ વ્યક્તિઓના કેનાલના પાણીમાં ડૂબી જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કેનાલના ઊંડા પાણીમાંથી બંને કમનસીબ મૃતકોના શબ બહાર કાઢવામાં આવ્યા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

(12:03 AM IST)