News of Sunday, 2nd August 2026
કરજણના ખેરડા ગામે ઢાઢર નદીના પાણી ઘૂસ્યા: નવી નગરી સંપર્કવિહોણી : 90 પરિવારો ફસાયા
ખાડી છલકાઈ જવાથી મુખ્ય રોડ પર વાહનવ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો

કરજણના ખેરડા ગામે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે અને કોતરમાં પૂર આવવાને કારણે નવી નગરી વિસ્તાર સંપૂર્ણપણે સંપર્કવિહોણો બની ગયો છે. આ પૂરના કારણે આશરે 90 જેટલા પરિવારોનો મુખ્ય ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ખાડી છલકાઈ જવાથી મુખ્ય રોડ પર વાહનવ્યવહાર પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નદીની વધતી જતી જળસપાટી પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
