<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સ્‍વગણતરીની પ્રક્રિયા જાણોઃ કેવી રીતે ઓનલાઈન નોંધણી કરાવી શકાય?

વસ્‍તી ગણતરી - ૨૦૨૭ માટે ગણતરીદારો ઘર-ઘર મુલાકાત કરશે : સફળ સબમિશન બાદ ૧૧ અંકનો SE ID પ્રાપ્ત થશે

વડોદરા,તા.૧૯: વસ્‍તી ગણતરી - ૨૦૨૭ માટે ગણતરીદાર દ્વારા ઘર-ઘર મુલાકાત પહેલાં ૧૫ દિવસ માટે પોર્ટલ ખુલ્‍લુ રહેશે. પ્રક્રિયામાં આશરે ૧૫-૨૦ મિનિટનો સમય લાગશે. સફળ સબમિશન બાદ ૧૧ અંકનો SE ID મળશે. સ્‍વગણતરી કરવાની પ્રક્રિયા પણ જાણવા જેવી છે. સૌપ્રથમ https://se.census. gov.in પર જઈ રાજ્‍ય / સંઘ પ્રદેશ પસંદ કરો. કેપ્‍ચા દાખલ કરો. જે બાદ કુટુંબની નોંધણીમા કુટુંબના મુખ્‍ય માણસનું નામ દાખલ કરો (એકવાર દાખલ કર્યા બાદ નામ બદલી શકાશે નહીં). એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવો. તે પછી ભાષા પસંદગી અને ઓ.ટી.પી. પસંદગીની ભાષા પસંદ કરો (પછીથી બદલી શકાશે નહીં). મોબાઈલ પર આવેલો ઓ.ટી.પી. દાખલ કરી રહેણાંક સ્‍થળની વિગતો નાખવા જિલ્‍લો પંસદ કરો. ગામ, શહેર, વિસ્‍તાર નજીકનું ભૂચિホ દાખલ કરો. પીન (વૈકલ્‍પિક) દાખલ કરો. નકશામાં ઘર દર્શાવો. લાલ માર્કરને તમારા ઘર પર ખેંચો અને સેવ કરી આગળ પર ક્‍લિક કરો. લ્‍ચ્‍ ડેટાને ચોક્કસ એચ.એલ.બી.માં ફાળવવામાં મદદ મળશે. પ્રશ્નાવલી ભરી ઘરયાદી અને મકાનોની ગણતરીની પ્રશ્નાવલી નોંધો, ટુલટિપ્‍સ અને વારંવાર પુછાતા પ્રશ્નોનો ઉપયોગ કરો. ગણતરીદાર જેવી જ પ્રશ્નાવલી. ત્‍યારબાદ માહિતીની સમિક્ષા પ્રિવ્‍યુ સ્‍કિન પર માહિતી ચકાસો. જરૂરી સુધારા કરો, ડ્રાફટ તરીકે સેવ કરી શકો છો. અંતિમ સબમીટ કરો, તે પછી ફેરફાર શક્‍ય નથી. છેલ્‍લી તારીખ પહેલા સબમીટ કરો. સફળ સબમિશન બાદ ૧૧ અંકનો SE ID (H થી શરૂ) મળશે. મેસેજ કે ઈ-મેલ દ્વારા મળશે. સ્‍ક્રીનશોટ લઈને પણ સાચવી શકાય. ગણતરીદારની મુલાકાત દરમિયાન SE ID બતાવો. ID મેળ ખાતો હશે તો માહિતી માન્‍ય થશે, નહીં તો ગણતરીદાર નવી માહિતી લેશે.

જિલ્‍લામાં વસ્‍તી ગણતરી તાલીમનો પ્રારંભ

જિલ્‍લાના તાલુકાઓમાં વસતી ગણતરી તાલિમનો સોમવારથી પ્રારંભકરાયો હતો. જે તબક્કાવાર જારી રહેશે. આગામી તા.૧લી જૂનથી ડોર ટુ ડોર વસતી ગણતરીનો દોર શરૂ કરાશે. એ પૂર્વે ૧૫ દિવસ સુધી વેબસાઇટ થકી નાગરિકો સ્‍વગણતરી કરી શકે એવી વહીવટીતંત્રે સુવિધા શરૂ કરી છે. 

(9:56 AM IST)