<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત દ્વારા અમદાવાદના કૃષ્ણનગર ખાતે રાજપૂત યુવાઓ માટે "ગુજરાત પોલીસ ભરતી માર્ગદર્શન અભિયાન" સેમિનારનું આયોજન

મર્યાદિત સંસાધનો વચ્ચે સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને રોજગારને પ્રાથમિકતા આપતી KVPG ની પહેલ : યોગ્ય માર્ગદર્શનના અભાવે યુવાનોના સ્વર્ણિમ વર્ષો ન વેડફાય તે માટે કરાઈ વિશેષ વ્યવસ્થા

અમદાવાદ  : ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત (KVPG) દ્વારા રાજપૂત સમાજના યુવા વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગાર ક્ષેત્રે યોગ્ય દિશા સૂચવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. KVPG પોતાની સ્થાપનાથી જ સમાજમાં સંસ્કાર, શિક્ષણ અને રોજગારના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને મર્યાદિત સંસાધનો હોવા છતાં સતત આ દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહી છે. સંસ્થાનું માનવું છે કે ઘણીવાર યોગ્ય માહિતી અને પ્રોત્સાહનના અભાવે આશાસ્પદ યુવા વર્ગ દ્વારા ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે, જેના કારણે તેમની કારકિર્દીના સ્વર્ણિમ વર્ષો વેડફાઈ જાય છે.

આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને KVPG દ્વારા અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ "ગુજરાત પોલીસ ભરતી માર્ગદર્શન અભિયાન" હેઠળ રાજપૂત યુવકો અને યુવતીઓને પોલીસ ભરતી પરીક્ષા વિશે અત્યંત ઉપયોગી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે, જેથી તેઓ પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવી શકે.

નોંધણી અને સંપર્ક વિગતો:
આ સેમિનારમાં ભાગ લેવા અને માર્ગદર્શન મેળવવા ઈચ્છુક યુવાનોએ નોંધણી માટે આપેલા મોબાઇલ નંબર 9726174701 પર વોટ્સએપ સંદેશ મોકલવાનો રહેશે. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાતના પ્રમુખ મહેશસિંહ કુશવાહ, મહામંત્રી અશોકસિંહ ભદૌરિયા અને યુવા વિકાસ મંચના સંયોજક કૃણાલસિંહ રાજપૂત જહેમત ઉઠાવી રહ્યા છે. સંસ્થાના આ પ્રયાસથી અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોના અનેક યુવાનોને સીધો લાભ મળશે અને તેઓ પોલીસ વિભાગમાં જોડાઈને દેશ તથા સમાજની સેવા કરવા માટે પ્રેરિત થશે.

(3:58 PM IST)