News of Wednesday, 6th May 2026
પટના જેલમાંથી કુંદન ભગતે ઘડ્યું હતું આખું કાવતરું :સુરતના વરાછામાં SBI બેન્ક લૂંટનો ભેદ ઉકેલાતા ચોંકાવનારા રહસ્યો ખુલ્યા
આરોપીઓએ સુરતના ઉગત કેનાલ રોડ પર બે મહિના સુધી ભાડે મકાન રાખીને બેંકની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી રેકી કરી હતી :બેંક અધિકારીઓના ફોટા અને ખાનગી વિગતો પણ હતી

સુરતાના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલી કરોડોની લૂંટના પ્રયાસ અને 50 લાખની સનસનાટીભરી લૂંટ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ લૂંટનું માસ્ટરમાઈન્ડ પટના જેલમાં બંધ કુખ્યાત ગુનેગાર કુંદન ભગત હતો.
તપાસમાં ખુલાસો થયો છે કે કુંદન ભગતના સાગરીતોએ જેલની અંદરથી જ આ આખું ષડયંત્ર ઘડ્યું હતું. આરોપીઓએ સુરતના ઉગત કેનાલ રોડ પર બે મહિના સુધી ભાડે મકાન રાખીને બેંકની અવરજવર અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી રેકી કરી હતી. તેમની પાસે બેંક અધિકારીઓના ફોટા અને ખાનગી વિગતો પણ હતી, જે દર્શાવે છે કે આ લૂંટ ખૂબ જ વ્યવસ્થિત આયોજન સાથે કરવામાં આવી હતી.
આરોપીઓએ ચૂંટણીની વ્યસ્તતાનો લાભ ઉઠાવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસને ચકમો આપવા માટે તેઓ બંધ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા જેથી લોકેશન ટ્રેસ ન થઈ શકે. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને 1000 થી વધુ CCTV કેમેરા તપાસીને આરોપીઓને ટ્રેક કર્યા હતા. અંતે ઉત્તર પ્રદેશથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના પાસેથી બોગસ આધારકાર્ડ અને ઘાતક હથિયારો મળી આવ્યા છે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
