<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

સક્ષમ ગ્રામ-સમૃધ્‍ધ ગ્રામ તથા મુખ્‍યમંત્રી ગ્રામોત્‍થાન યોજનાઃ ઋષિકેશ પટેલ

નવી યોજનાથી ગામડાઓને સ્‍વચ્‍છ, સુવ્‍યવસ્‍થિત સુરિક્ષત અને આત્‍મનિર્ભર બનાવવાનો હેતુઃ પંચાયત મંત્રીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા.૨૩: ગુજરાત સરકાર દ્વારા ગામડાઓને તબક્કાવાર પસંદગી સ્‍વચ્‍છ, સુવ્‍યવસ્‍થિત, સુરક્ષિત અને આત્‍મનિર્ભર બનાવવા માટે સક્ષમ ગ્રામ સમૃધ્‍ધ ગ્રામ તેમજ મુખ્‍યમંત્રી ગ્રામોત્‍થાન સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

રાજયના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં રાજય સરકારની નવી યોજનાઓ વર્ણવી હતી.

સક્ષમ ગ્રામ-સમળદ્ધ ગ્રામ યોજના

શ્રી ઋષિકેશ પટેલએ જણાવેલ કે ‘‘સક્ષમ ગ્રામ - સમળદ્ધ ગ્રામ યોજના '' તા.૩૧/૦૩/૨૦૨૬ ના ઠરાવથી અમલમાં મૂકવામાં આવેલ

 પ્રથમ તબક્કામાં પસંદ કરાયેલા ૧,૦૦૦ ગામોમાં પાયાની અને આવશ્‍યક માળખાગત સુવિધાઓનું ૧૦૦% સંતૃપ્‍તિ હાંસલ કરી ગામોને સ્‍વચ્‍છ, સુવ્‍યવસ્‍થિત, સુરક્ષિત અને આત્‍મનિર્ભર બનાવવાનો હેતુ છે.

આ યોજના હેઠળ વિવિધ સરકારી યોજનાઓના ભંડોળનું સંકલન (Convergence) કરી કામોના પુનરાવર્તનને અટકાવવાનો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગુણવત્તાયુક્‍ત જીવનસુવિધાઓ ઉભી કરવાનો હેતુ છે. વર્ષ ૨૦૨૬-૨૭ ના અંદાજપત્રમાં કુલ રૂ.૨૬૭.૦૦ કરોડની જોગવાઈ. યોજના પાંચ વર્ષ (૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧) માટે અમલમાં રહેશે.

યોજનાના કોમ્‍પોનન્‍ટસઃ

 પીવાના પાણીની સુવિધા, ઘન અને પ્રવાહી કચરા વ્‍યવસ્‍થાપન, sewage water treatment, RCC/ ડામરરોડ, આંતરિક સી.સી. રોડ, સ્‍ટ્રીટ લાઈટ, ઈ-લાઈબ્રેરી, તળાવ વિકાસ, જાહેર શૌચાલય વગેરે જેવી માળખાગત સુવિધાઓનો સમાવેશ, અમલીકરણ માટે જિલ્લા વિકાસ અધિકારી નોડલ અધિકારી તરીકે રહેશે.

દરેક ગામ માટે પાંચ વર્ષીય ગ્રામ વિકાસ યોજના(VDP) તૈયાર કરવાનો રહેશે. જિલ્લા તથા રાજ્‍ય સ્‍તરે સમિતિઓ રચી Village Development Plan અને Annual Implementation Plan (AIP) ને મંજૂરી આપવામાં આવશે.

 ગ્રામ પંચાયતોએ આગામી ત્રણ વર્ષ માટે નાણાપંચની Untied Grant તથા Tied Grant માંથી નિર્ધારિત પ્રમાણમાં Matching Share આપવાનો રહેશે.

ૂ આ યોજનાના તમામ કામો ટેન્‍ડર પદ્ધતિથી કરવામાં આવશે તથા Geo-tagging, PM-Gati Shakti Portal  Linkage, Operation & Maintenance  જેવી જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે.

‘‘મુખ્‍યમંત્રી ગ્રામોત્‍થાન યોજના''

પંચાયત મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ જણાવેલ આ યોજના હેઠળ તાલુકા મુખ્‍ય મથક ધરાવતી અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતો તેમજ ૯૦,૦૦૦થી વધુ વસ્‍તી ધરાવતી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરી શહેર સમકક્ષ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્‍યો છે.-

વર્ષ ૨૦૨૬-૨૭ માટે યોજનામાં કુલ રૂ. ૧૫૦ કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. ઉદ્દેશ્‍ય : ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નાગરિકોને ઉત્તમ માળખાકીય સુવિધાઓ, આર્થિક તકો અને Ease of Living ના ધોરણો ઉપલબ્‍ધ કરાવી શહેરો તરફના સ્‍થળાંતરણમાં ઘટાડો કરવાનો છે.પીવાના પાણીની પાઈપલાઈન વ્‍યવસ્‍થા, ઘન અને પ્રવાહી કચરા વ્‍યવસ્‍થાપન, sewage water treatment plant, ગામનો મુખ્‍ય બજારથી પસાર થતો મુખ્‍ય માર્ગને RCCડામર રોડ, આંતરિક સી.સી. રોડ, ઈ-લાઇબ્રેરી, ગામનું મુખ્‍ય તળાવ ફરતે walk-way with plantation, સ્‍ટ્રીટ લાઈટ તથા જાહેર શૌચાલય જેવી સુવિધાઓનો સમાવેશ

આ યોજના પાંચ વર્ષ (૨૦૨૫-૨૬ થી ર૦ર૯-૩૦) માટે અમલમાં રહેશે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ વિકાસ યોજના (VDP) તૈયાર કરવામાં આવશે, જેમાં ગામની હાલની સુવિધાઓ, જરૂરિયાતો તથા અન્‍ય યોજનાઓ સાથે Convergence ની શકયતાઓનો સમાવેશ કરાશે.

યોજનાના અમલીકરણ માટે જિલ્લા તથા રાજ્‍ય સ્‍તરે સમિતિઓની રચના કરવામાં આવી છે. રાજ્‍ય સ્‍તરની સમિતિ દ્વારા વિકાસ યોજના : (VDP) અને વાર્ષિક અમલીકરણ યોજના ને ે મંજૂરી આપવામાં આવશે.  સામાન્‍ય પણે આ યોજના અંતર્ગત રૂ.૫.૦૦ લાખથી નીચેની રકમના કામોની મંજૂરી આપવામાં આવશે નહીં.

(3:18 PM IST)