News of Monday, 21st September 2026
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જમીન દફતર ખાતાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
ગ્રેડ-પેમાં વધારો અને ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવાની માંગ સાથે કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જમીન દફતર ખાતાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ-પેમાં વધારો અને ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવાની માંગ સાથે કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. અગાઉ માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યા બાદ પણ માંગણીઓ નહીં સંતોષાતા હડતાળનું એલાન કરાયું છે. રાજ્યભરમાં આશરે 2 હજાર કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે જમીન માપણી, રીસર્વે અને સિટી સર્વે સહિતની કામગીરી પર અસર પડી છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચેની લડાઈમાં અરજદારોના કામ અટવાયા છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર કરવાની કર્મચારીઓએ ચીમકી આપી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
