તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 21st June 2026
બોરસદ હાઈવે પર ટોયોટા કારમાંથી વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપાઈ: બે શખ્સોની ધરપકડ
કારની સીટની પાછળ એક ખાસ ગુપ્ત ચોરખાનું બનાવ્યું હતું: વિદેશી દારૂ, વૈભવી કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત

આણંદ જિલ્લાની બોરસદ ટાઉન પોલીસે બાતમીના આધારે હાઈવે પરથી વિદેશી દારૂની હેરફેરનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ટોયોટા ઇટીઓસ કારની સીટની પાછળ એક ખાસ ગુપ્ત ચોરખાનું બનાવ્યું હતું. પોલીસે દરોડો પાડીને આ ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 157 બોટલો ઝડપી પાડી છે. આ સફળ કાર્યવાહી દરમિયાન પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયરના રહેવાસી બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂ, વૈભવી કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદાકીય તપાસ હાથ ધરી છે.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
