<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ગુજરાત ભાજપા યુવા મોરચામાં મોટા પાયે સંગઠનાત્મક નિમણૂકો : પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ચર્ચા બાદ ૯ હોદ્દેદારોની કરાઈ સત્તાવાર જાહેરાત

યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે સુરતના નંદીની કુલદીપ ગઢવી અને પ્રદેશ મંત્રી તરીકે ભાવનગરના સિદ્ધિબેન અતુલભાઈ સઠીયાની વરણી

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ ભાજપા સંગઠનમાં આગામી સમયની ગતિવિધિઓને વેગ આપવા માટે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત દ્વારા એક અગત્યની યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશના મોવડી મંડળ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ, પ્રદેશ યુવા મોરચામાં ફેરફાર થયેલ તેમજ ખાલી રહેલ વિવિધ મહત્વની જવાબદારીઓ માટે નવી સંગઠનાત્મક નિમણૂકોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીની સહી સાથે બહાર પાડવામાં આવેલી આ યાદીમાં કુલ ૯ સભ્યોને પ્રદેશ સ્તરે અને વિવિધ જિલ્લા-મહાનગરોમાં મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

 

 પ્રદેશ કક્ષાના મુખ્ય હોદ્દાઓ પર મહિલા શક્તિને અપાયું સ્થાન:

સત્તાવાર યાદી અનુસાર, સુરત શહેરના નંદીની કુલદીપ ગઢવીની પ્રદેશ ઉપપ્રમુખ જેવા મહત્વના હોદ્દા પર વરણી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર શહેરના સિદ્ધિબેન અતુલભાઈ સઢીયાને પ્રદેશ મંત્રી તરીકેની સંગઠનાત્મક જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લાના ચિરાગભાઈ હરદાસભાઈ ભોપાળાને પ્રદેશ કારોબારી સભ્ય તરીકે સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ નિમણૂકો દ્વારા સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

 વિવિધ પ્રદેશ કન્વીનર અને સહ-કન્વીનરોની વરણીની વિગતવાર યાદી:

યુવા મોરચા દ્વારા સામાજિક અને ડિજિટલ ક્ષેત્રોના સંચાલન માટે પ્રદેશ કન્વીનર અને સહ-કન્વીનરોના નામો પણ જાહેર કરાયા છે, જેની વિગત નીચે મુજબ છે:

  પ્રદેશ કન્વીનર - અંત્યોદય CSR: સુરત જિલ્લાના ડૉ. ગ્રીષ્મા જીતેશભાઈ સોલંકી

  પ્રદેશ સહ કન્વીનર - અંત્યોદય CSR: વડોદરા જિલ્લાના દિવ્યરાજસિંહ રાણા

  પ્રદેશ સહ કન્વીનર - અંત્યોદય CSR: મહેસાણા જિલ્લાના તારક મહેન્દ્રભાઈ પટેલ

  પ્રદેશ સહ કન્વીનર - સોશીયલ મીડિયા: અરવલ્લી જિલ્લાના હર્ષકુમાર પ્રવીણચંદ્ર પંડ્યા

  પ્રદેશ સહ કન્વીનર - ખેલો ભારત: આણંદ જિલ્લાના તરંગ વિલીનભાઈ પટેલ

  પ્રદેશ સહ કન્વીનર - આત્મનિર્ભર ભારત: રાજકોટ જિલ્લાના પાર્થ કિરીટભાઈ પ્રજાપતિ

 

આ સંગઠનાત્મક જાહેરાતની સત્તાવાર નકલ ભાજપાના શીર્ષ નેતૃત્વને યોગ્ય માર્ગદર્શન અને અમલીકરણ અર્થે મોકલી આપવામાં આવી છે. કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય "શ્રીકમલમ્" ખાતેથી આ સમગ્ર નિમણૂક પ્રક્રિયાને આખરી ઓપ આપી જાહેર કરવામાં આવી છે.

(7:32 PM IST)