<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પ્રતિબંધના જાહેરનામાના ભંગ બદલ લસકાણા પોલીસની લાલઆંખ :22 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી : જુઓ વિડીયો

લસકાણા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા ,રીજીયન-1 વિસ્તારમાં પ્રવેશ. હેરફેર અવરજવર કરી જાહેરનામાનો ભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ

સુરત :પોલીસ માહાનિદેશક અને મુખ્ય પોલીસ અધીકારીનાઓની સુચના અનુસાર પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્રારા સુરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં પ્રવેશ તથા હેર-ફેર/અવર - જવર અને જાહેર રસ્તા પર પાર્કિંગ કરવા ઉપર પ્રતિબંધ મુકવા સારૂં જાહેરનામું અલમમાં હોય.

જે જાહેરનામા આધારે ઈન્ચાર્જ અધિક પોલીસ કમીશ્નર સેક્ટર-૧ મહેન્દ્ર બગડીયાનાઓની સુચના મુજબ તથા ઈન્ચાર્જ ના.પો.કમિ. ઝોન-૧ એ.એમ.પરમાર તથા મ.પો.કમિ."એ" ડીવીઝન વી.આર.પટેલ તેમજ મ.પો.કમિ. એચ.કે.ભરવાડ ટ્રાફિક શાખા, રીજીયન – ૦૧, સુરત શહેરનાઓએ જાહેરનામાના ભંગ કરનાર ભારે વાહન ચાલકો વિરૂધ્ધમાં અસરકારક કામગીરી કરવા સારૂ સુચનાઓ આપેલ.
જે આધારે લસકાણા પોલીસ સ્ટેશનમાં તેમજ ટ્રાફિક શાખા, રીજીયન વિસ્તારમાં પ્રવેશ તથા હેર - ફેર/અવર – જવર કરી જાહેરનામાનો ભંગ કરતાં કુલ ૨૨ ભારે વાહનોના ચાલકો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

(11:32 PM IST)