તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મોડીરાત્રે નવસારીના રંગૂનનગરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું : કુખ્યાત બુટલેગરની દીકરી બની જૂથ અથડામણનું કારણ
વાહન અથડાવવાની બાબતે મારામારી : એક મહિલા અચાનક ઢળી પડી : પોલીસ કાફલો પહોંચ્યો અને સ્થિતિ કાબુમાં લીધી

નવસારી: શહેરમાં મોડી રાત્રે રંગુનનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભીષણ ધીંગાણું થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર વિવાદના મૂળમાં એક કુખ્યાત બુટલેગરની દીકરી હોવાનું બહાર આવ્યું છે
મળતી માહિતી મુજબ, બપોરના સમયે વાહન અથડાવાનીનજીવી બાબતે તકરાર થઈ હતી, જેણે મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.બંને પક્ષના ટોળાઓ સામસામે આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી શરૂ કરી દીધી હતી. આ હિંસક અથડામણના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે.
મારામારી દરમિયાન એક મહિલા અચાનક જમીન પર ઢળી પડી હતી, જેને કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
