તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
મહેસાણામાં મોડીરાત્રે વાતાવરણમાં પલટો : પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ
રાત્રિના સમયે થયેલા આ વરસાદને કારણે શહેરના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ

મહેસાણા શહેરમાં આજે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ખાસ કરીને મોઢેરા રોડ વિસ્તારમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. રાત્રિના સમયે થયેલા આ વરસાદને કારણે શહેરના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને અસહ્ય ગરમી તથા બફારામાંથી મોટી રાહત મળી હતી. મોડી રાત સુધી વરસાદી માહોલ જળવાઈ રહેતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
