તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
પોસ્ટ ઓફિસમાં અંધેરઃ બે મહિનાથી પાસબુક, FD બુક ગાયબઃ લાખો રોકાણકારો રઝળ્યા!
નવા એકાઉન્ટ કે નવી FD ખોલાવનારને પણ દસ્તાવેજ કે પાસબુક અપાતી નથી

અમદાવાદ,તા.૯: એક તરફ સરકાર ‘ડિજિટલ ઈન્ડિયા'ના મોટા દાવાઓ કરીને કરોડો રૂપિયાની જાહેરાતો કરી પોતાની પીઠ થાબડી રહી છે, તો બીજી તરફ વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતની ૯ હજારથી વધુ પોસ્ટ ઓફિસોમાં છેલ્લા બે મહિનાથી પાસબૂક, FD બૂક અને અન્ય સ્ટેશનરી સંપૂર્ણપણે ખલાસ થઈ ગઈ છે. પોસ્ટ ઓફિસનું વહીવટી તંત્રનું સંપૂર્ણ દેવાળું ફૂંકાઈ ગયું હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાનો અનુભવ પોસ્ટમાં બચત ખાતા ધરાવતા આશરે બેથી અઢી કરોડ ખાતાધારકો, સિનિયર સિટીઝનોને થઈ રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે દાવો કર્યો છે કે, લોકો પોતાના પૈસા પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા જાય અથવા જૂની પાસબૂક ભરાઈ ગઈ હોય તો નવી પાસબૂક આપવામાં આવતી નથી. નવા ખાતા ખોલાવનાર કે નવી જ્ઝ કરાવનારને પણ કોઈ જ બૂક અપાતી નથી. રોકાણકારો પોતાના હજારો-લાખો રૂપિયા જમા કરાવે ત્યારે પુરાવા તરીકે માત્ર પૈસા ભર્યાની સ્લીપ પર એક રબર સ્ટેમ્પ (સિક્કો) મારીને આપવામાં આવે છે! કાગળની આ કાપલીઓ લોકો ક્યાં સુધી અને કેવી રીતે સાચવશે? જ્યારે સિસ્ટમમાં કે પાસબૂકમાં પૈસા જમા થયાની કોઈ પ્રિન્ટેડ એન્ટ્રી કે સ્ટેટમેન્ટ જ ન મળતું હોય ત્યારે ભવિષ્યમાં પોસ્ટ ઓફિસોમાં મોટાપાયે ગેરરીતિ કે કૌભાંડ થવાની શક્યતા નકારી શકાતી નથી.
કોઈ ખાતેદારની પાસબૂક કે સર્ટિફિકેટ ખોવાઈ જાય, ફાટી જાય કે બગડી જાય તો ડુપ્લિકેટ પાસબૂક મેળવવા તેને ત્રાસદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ખાતેદારે રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ આપવું પડે છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાવવી પડે છે. આ કાર્યવાહી બાદ જ્યારે વ્યક્તિ નવી પાસબૂક લેવા પોસ્ટ ઓફિસે જાય ત્યારે તેને ‘સ્ટેશનરી અવેલેબલ નથી!' એવો જવાબ આપવામાં આવે છે. આમ, નાગરિકો ફરજ બજાવવામાં નિષ્ફળ તંત્રની ઘોર બેદરકારીથી પરેશાન થાય છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
