તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ગરૂડેશ્વર પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે ચોરને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા.
નાસતો ફરતો આરોપીને અલીરાજપુર ખાતેથી ચોરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે ગરુડેશ્વર પો.સ્ટે. સોપવામાં આવેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાંથી ચોરાયેલ મોટરસાઇકલ સાથે ચોરી કરનાર ચોરને અલીરાજપુર ખાતેથી નર્મદા એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ મિલકત સબંધિત ગુનાઓ ઉકેલવાની સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓએ એલ.સી.બી. ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલ્કત સબંધી બનેલ ગુનઓના ભેદ ઉકેલલવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે. ચોરીના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી લાલસીંહ ઉર્ફે લાલુ ગુલસિંહ તોમર( ઉ.વ.૨૭)( ૨હે. હોલી ફલીયૂ કોલીયારી તા.કઠીવાડા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) છેલ્લા દસેક મહીનાથી નાસતો ફરતો હોય તેમજ આ આરોપી રાજપીપળા પો.સ્ટે. ના ગુનામા પણ નાસતો ફરતો હોય જે આરોપીને અલીરાજપુર ખાતેથી ચોરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે ગરુડેશ્વર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
