News of Saturday, 15th August 2026
સુરતના કામરેજમાં LCB અને ફૂડ વિભાગની ટીમનો નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો: શંકાસ્પદ ઘી સહિત કુલ રૂ.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા:. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ નકલી ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે વધુ કાર્યવાહી કરાશે

સુરતના કામરેજમાં LCB અને ફૂડ વિભાગની ટીમે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે. કામરેજની કૈવલ ફૂડ પ્રોડક્ટમાંથી પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાંથી તૈયાર કરાયેલું 5 હજાર કિલોથી વધુ શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. દરોડા દરમિયાન શંકાસ્પદ ઘી સહિત કુલ રૂ.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ઘીના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ નકલી ઘીના ઉત્પાદન અને વેચાણ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
