તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
વડોદરાના પાદરામાં LCBનો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર દરોડો:6.44 લાખથી વધુના દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડ
દારૂ ઉપરાંત રૂ. 15 લાખની કિંમતની સ્કોર્પિયો કાર તેમજ 3 નંગ મોબાઈલ ફોન સહિત રૂપિયા 22 લાખનો માલસામાન જપ્ત

વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે LCB (સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમે સઘન વોચ ગોઠવીને પાદરામાંથી દારૂના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને 2 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
આ દરોડા દરમિયાન પોલીસને વાહનની તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 464 બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 6.44 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. બુટલેગરો દ્વારા તંત્રની આંખમાં ધૂળ નાખીને આ નશાનો સામાન લાવવામાં આવી રહ્યો હતો.
દિવાળી કે તહેવારો અગાઉ દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા સ્કોર્પિયો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 15 લાખની કિંમતની સ્કોર્પિયો કાર તેમજ 3 નંગ મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂપિયા 22 લાખનો માલસામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
