તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
રાજપીપલા ટેકરા ફળીયામાંથી એલસીબી ટીમે રૂ ૯૪,૫૫૫ નો પ્રોહી. મુદ્દામાલ ઝડપી એક ને જબ્બે કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે રાજપીપળાના ટેકરા ફળિયા વિસ્તારમાં છાપો મારી અંગ્રેજી દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ પી.આર. પટેલ, ઈન્ચા. પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઈસમો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા તથા નેસ્ત નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવાના સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી, નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો રાજપીપલા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. વિનોદભાઈ પરાગભાઈ બ.નં. ૪૦૪ નોકરી એલ.સી.બી.નર્મદા નાઓની બાતમી મળેલ કે રાજપીપલા ટેકરા ફળીયામાં પાણીની ટાંકી પાસે રહેતા કરણ ઉર્ફે કડુ રાજુભાઈ વસાવા નાઓએ તેના રહેણાંક ઘરે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. જે બાતમી ના આધારે રેઈડ કરતા ઘરમાં તથા ઘ૨ની બાજુમાં અડાળીના ભાગે નીચે અલગ અલગ ભા૨તીય બનાવટનો કિંમત રૂ. ૯૪,૫૫૫/-નો ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવેલ જે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
