તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 2nd June 2026
દેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી રૂ ૮૪,૧૮૧/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા.

( ભરત શાહ દ્વારા ) નર્મદા: પી.આર. પટેલ, ઈન્ચા. પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા તથા ક૨વાની નેસ્ત નાબુદ અસરકારક કામગીરી કરવાના સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી,નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. મુળજીભાઈ સુરજીભાઈ બ.નં.૫૮૭ તથા અ.પો.કો. માધવસિંહ દલસુખભાઈ બ.નં. ૮૨૪ નોકરી એલ.સી.બી. નર્મદા. નાઓને સંયુક્ત બાતમી મળેલ કે, બેસણા ગામે આમલી ફળીયામા રહેતો સંજયભાઈ અમરસિંગભાઈ વસાવાના પોતાના રહેણાંકના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મુકી રાખી છુટક વેચાણ કરે છે. જે બાતમી હકીકત ના આધારે તેના ઘરમાં રેઈડ કરતા ઘરના અડાળીના અલગ અલગ ભારતીય બનાવટનો કીં.રૂ. ૮૪,૧૮૧/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
