તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ડેડીયાપાડાના કુનબાર ગામ નજીક દીપડો દેખાયો, વીડિયો વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ
સાત દિવસ અગાઉ સાગબારા તાલુકાના નવાગામ પાસે દિપડાની હાજરી જોવા મળી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ફરી એકવાર દીપડાની હાજરીથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. અને વન વિભાગની લુલી કામગીરી જોવા મળી હતી.
મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામ નજીક આવેલી નર્સરી પાસે રોડ પર રાત્રિના સમયે એક દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા કુનબાર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો હતો.
સાત દિવસ અગાઉ સાગબારા તાલુકાના નવાગામ પાસે દિપડાની હાજરી જોવા મળી હતી. આ દિપડો હજુ પાંજરે પુરાયો નથી ત્યારે હવે ડેડીયાપાડાના કૂનબાર ગામે દિપડો દેખાતા ગ્રામજનો ભય ના ઓથા હેઠળ હાલ જીવી રહ્યા છે, આ બાબતે વન વિભાગની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
