<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

છોટાઉદેપુરમાં દીપડાના આતંકથી ફફડાટ: ક્વાંટના રાયસિંગપુરા ગામમાં દીપડાએ હુમલો કરતાં વૃદ્ધાનું કરુણ મોત

વૃદ્ધા ઘરના આંગણે સૂતા હતા ત્યારે દીપડો ધસી આવી તેમને જંગલ તરફ ખેંચી ગયો: જંગલમાંથી વૃદ્ધાના મૃતદેહના અવશેષો મળ્યા

છોટાઉદેપુરમાં હાલ દીપડાના આતંકથી ફફડાટનો માહોલ છે.  ક્વાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં દીપડાએ હુમલો કરતાં 65 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત નિપજ્યું છે. વૃદ્ધા ઘરના આંગણે સૂતા હતા અને વહેલી સવારે દીપડો ધસી આવી. તેમને જંગલ તરફ ખેંચી ગયો. જંગલમાંથી વૃદ્ધાના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં દીપડાના હુમલાની આ બીજી ઘટના છે. તેને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરાઈ છે

(8:22 PM IST)