તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
નવસારીના સરા ગામમાં દીપડાનો આતંક :પરિવાર સાથે તાપણું કરી રહેલા 7 વર્ષના બાળક પર દીપડો ત્રાટક્યો
માતાની સમયસૂચકતાને કારણે બાળકનો જીવ બચી ગયો :ગામમાં દીપડાની અવરજવરને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ

નવસારીના સરા ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. પરિવાર સાથે તાપણું કરી રહેલા 7 વર્ષના બાળક પર અચાનક દીપડો ત્રાટક્યો હતો. જોકે, માતાની સમયસૂચકતાને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ એક્શનમાં આવી છે. દીપડાને પકડવા માટે વન વિભાગે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવ્યાં છે. ગામમાં દીપડાની અવરજવરને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
