<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

જીવન વધારી ન શકાય પણ સુધારી શકાયઃ પોઇચામાં પ્રભુ સ્‍વામીની વાણી

સંતની અપીલને માન આપી યજમાન પરિવારના સભ્‍યો એક જ બસમાં આવ્‍યા : પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કરકસર કરવા હરિભકતોને અપીલ : નર્મદા જિલ્લાના પોઇચા ખાતે વેલાણી પરિવારના યજમાન પદે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત કથા પ્રસંગે શ્રી પ્રભુ સ્‍વામી સહિતના સંતો ઉપસ્‍થિત રહયા હતા

રાજકોટ, તા.૧૬: રાજપીપળાના પોઇચા નીલકંઠધામ ખાતે શ્રીમદ્દ ભાગવત કથા પારાયણનું આયોજન વેલાણી પરિવારના યજમાન પદે યોજાયું હતુ.

કથાના પ્રારંભ પૂર્વે આજે નીલકંઠ ભગવાન પાસે શ્રીમદ ભાગવત ગ્રંથરાજની પોથીઓનું યજમાનો દ્વારા પૂજન કરવામાં આવ્‍યું. શ્રીમદ ભાગવતજીને મસ્‍તક પર ધારી પોથીયાત્રા સત્‍સંગ ભવને પધારી. શ્રી પ્રભુ સ્‍વામી, શ્રીજીચરણદાસ સ્‍વામી, વક્‍તા શાષાી શ્રી મંગલસ્‍વરૂપદાસજી સ્‍વામીએ તથા યજમાન ભકતોએ પૂજન કર્યું.

સુરત ગુરુકુલના વિદ્યાર્થી અને સનિષ્ઠ કાર્યકર્તા કેતનભાઇ પ્રેમજીભાઈ વેલાણી દ્વારા યોજાયેલ કથા પ્રસંગે શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે જન્‍મ અને મરણ વચ્‍ચે રહેલું જીવન કેવું જીવવું એ આપણા હાથમાં છે. જીવન વધારી ન શકાય પરંતુ સુધારી શકાય છે.

પ્રથમ સેશનમાં શ્રીમદ ભાગવતજીના મહિમાની કથાનું શ્રવણ શાષાી શ્રી નીલકંઠદાસજી સ્‍વામીએ કરાવ્‍યું.

ભારતનું હૂંડિયામણા ડીઝલ દ્વારા બચાવવાની અપીલ કરતા પ્રભુ સ્‍વામીએ યજમાન શ્રી કેતનભાઇને કહ્યું કે બધા પરિવારના પોતપોતાના વાહન લઈને નીલકંધામ પોઇચા આવે એને બદલે જ મોટી બસમાં શકય તેટલા વધુ ભક્‍તો બેસીને કથા સાંભળવા પધારે જેથી ડીઝલનો વ્‍યય ન થાય અને હુંડિયામણ આપણા ભારતને ખર્ચવું ન પડે. કેતનભાઇએ પરિવારમાં વાત કરતા સૌએ હર્ષથી એ વિનંતીને સ્‍વીકારી અને બસ દ્વારા કથા સાંભળવા માટે નીલકંઠધામ પોઇચા આવ્‍યા.

આ પ્રસંગે સુરત ગુરુકુલથી શ્રી ભક્‍તિ તનયદાસ સ્‍વામી, કોઠારી શ્રી હરિનંદનદાસ સ્‍વામી, શ્રી અભિષેકદાસ સ્‍વામી, શ્રી ધર્મનિવાસદાસ સ્‍વામી, શ્રી વંદનપ્રિયદાસ સ્‍વામી,શ્રીભગવાનજીભાઈ કાકડીયા, વર્ણીન્‍દ્રધામ પાટડીથી શ્રી અવિનાશદાસ સ્‍વામી, પુજારી શ્રી નિરંજનદાસ સ્‍વામી, વગેરે સંતો ઉપસ્‍થિત રહેલ

(2:40 PM IST)