<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે

અમદાવાદ : આગામી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી કરતા કહ્યું છે કે, આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે.

(9:27 PM IST)