તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સમગ્ર ડાંગ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં: સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ:ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારોમાં ઠંડક પ્રસરી
વરસાદના પગલે ડાંગના નાના-મોટા ઝરણાં ફરી વહેતા થયા :પ્રવાસીઓ તેમજ સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી

સાપુતારા ; કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. સમગ્ર ડાંગ પંથકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં શરૂ થતાં ગિરિમથક સાપુતારા સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તરફથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદના પગલે ડાંગના નાના-મોટા ઝરણાં ફરી વહેતા થયા છે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિક આદિવાસી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
