<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા

આગામી ત્રણ કલાક દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે

  અમદાવાદ :ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલા વેલ-માર્ક લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની વિવિધ સિસ્ટમના કારણે ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર પાસે આકાર પામેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનશે તેવી આશા હતી પરંતુ તે નબળું પડતા સારો વરસાદી માહોલ બનવાની શક્યતા ઘટી છે. 

 જોકે હવામાન વિભાગે આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન પણ 24થી 26 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના કારણે બફારો અને ગરમીનો અનુભવ થશે.

 

 

 

હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે વેધર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જે અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઇ શકે છે.

 

 

 

હવામાન વિભાગ અનુસાર, આજે 4 સપ્ટેમ્બર 2026ના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

 

 

5થી 9 સપ્ટેમ્બર 2026 દરમિયાન બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

 

(11:12 AM IST)