News of Thursday, 18th June 2026
ત્રણ કલાકમાં આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે: હવામાન વિભાગનું નાઉ કાસ્ટ જાહેર
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થશે

અમદાવાદ :ગુજરાતમાં ગઇકાલ રાતથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરેલા વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ જિલ્લાઓમાં 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
