તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શકયતા
. અમદાવાદ, જૂનાગઢ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે

અમદાવાદ :ચોમાસુ હવે ગુજરાતથી બહુ દૂર નથી અને આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે. જેના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે 23 જૂન 2026ના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. અમદાવાદ, જૂનાગઢ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરવામાં આવેલા મોન્સૂન વેધર નોટિફિકેશન અનુસાર, આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 23 જૂન 2026ના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
