હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની જાહેરાત : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ન્યૂનતમ દબાણ સર્જાતા ચોમાસુ જોર પકડશે, જોકે ભારે વરસાદની કોઈ ચેતવણી નથી : ચોમાસાની મુખ્ય રેખા હાલ સુરત સુધી પહોંચી, આગામી ૩ થી ૪ દિવસમાં સમગ્ર રાજ્યમાં આગળ વધશે

રાજકટ : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં એક નવું સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થતાં આગામી સાત દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે તેવી સત્તાવાર આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, હાલ રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી (રેડ કે ઓરેન્જ એલર્ટ) જાહેર કરવામાં આવી નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અગાઉ પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાન પર કેન્દ્રિત થયેલું સાયક્લોનિક સકર્યુલેશન હવે પંજાબ તરફ આગળ વધી ગયું છે. આ સાથે મધ્યપ્રદેશથી અરબી સમુદ્ર સુધી લંબાયેલો ટ્રફ પણ મહારાષ્ટ્ર તરફ ખસ્યો છે. પરંતુ, હાલમાં એક નવું સાયક્લોનિક સકર્યુલેશન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉપર સક્રિય થયું છે. આ ઉપરાંત, રાજસ્થાનથી છેક ઓડિશા સુધી વધુ એક ટ્રફ લાઇન કાર્યરત હોવાથી આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે.
નવી સિસ્ટમ્સની અસરના ભાગરૂપે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમજ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના ઘણી વધારે છે. તેની સરખામણીએ મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેવાની શકયતા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણામાં સૌથી વધુ ૩૬ મિમી અને સૌરાષ્ટ્રના બોટાદમાં ૧૦ મિમી વરસાદ નોંધાયો હતો.
ભલે રાજ્યમાં વરસાદી માહોલ બંધાશે, પરંતુ આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શકયતા નથી. ગઈકાલે અમદાવાદમાં ૪૦.૫ ડિગ્રી અને રાજકોટમાં ૪૦ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે આજે અમદાવાદમાં પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. પવનની ગતિ દક્ષિણ-પヘમિથી પヘમિ દિશા તરફ ૧૫ થી ૨૦ની ઝડપે રહેશે. જેથી સમુદ્ર કિનારે હાલ માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી બહાર પાડવામાં આવી નથી. હાલ ચોમાસાની ધરી સુરત સુધી પહોંચી ચૂકી છે અને આગામી ૩-૪ દિવસમાં તે ગુજરાતના અન્ય ભાગો સહિત મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ તરફ આગળ વધશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
