<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

રાજ્યના 141 તાલુકાઓમાં 2 ઇંચ સુધીનો હળવો વરસાદ

સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો વરસાદ :લીમખેડા 2 ઇંચ,મહેમદાવાદ અને અમીરગઢ 1.65 ઇંચ વરસાદ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :આજે 27 મી જુલાઈ સવારે 6:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા તાલુકા વાર વરસાદની માહિતી જોઈએ તો, દાહોદ જિલ્લામાં સૌથી વધુ લીમખેડા તાલુકામાં 51 મિમી (2.01 ઇંચ) વરસાદ નોંધાયો છે , ખેડા જિલ્લામાં મહેમદાવાદ માં 42 મિમી (1.65 ઇંચ), કઠલાલ માં 36 મિમી (1.42 ઇંચ), ઠાસરા માં 36 મિમી (1.42 ઇંચ), ફાગવેલમાં 21 મિમી (0.83 ઇંચ), કપડવંજ માં 18 મિમી (0.71 ઇંચ), નડિયાદમાં 17 મિમી (0.67 ઇંચ) અને ગળતેશ્વર માં 13 મિમી (0.51 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
    જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 42 મિમી (1.65 ઇંચ), પાલનપુર માં 38 મિમી (1.50 ઇંચ), ડીસા માં 24 મિમી (0.94 ઇંચ), દાંતીવાડામાં 18 મિમી (0.71 ઇંચ) તથા વડગામમાં 12 મિમી (0.47 ઇંચ) વરસાદ નોંધાયો હતો , અમદાવાદ જિલ્લામાં દસ્ક્રોઈમાં 39 મિમી (1.54 ઇંચ), ધોળેરામાં 35 મિમી (1.38 ઇંચ), ધોળકામાં 33 મિમી (1.30 ઇંચ), ધંધૂકામાં 32 મિમી (1.26 ઇંચ) અને અમદાવાદ શહેરમાં 20 મિમી (0.79 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  આ ઉપરાંત વલસાડ જિલ્લા માં નાનાપોંઢા માં 33 મિમી (1.30 ઇંચ) અને કપરાડા માં 24 મિમી (0.94 ઇંચ) વરસાદ નોંધાયો હતો , સુરેન્દ્રનગર જિલ્લા માં ચુડા માં 32 મિમી (1.26 ઇંચ) અને લીમડી માં 13 મિમી (0.51 ઇંચ) વરસાદ નોંધાયો હતો ,
આણંદ જિલ્લામાં ખંભાતમાં 30 મિમી (1.18 ઇંચ) અને આંકલાવમાં 16 મિમી (0.63 ઇંચ) વરસાદ નોંધાયો હતો ,
અરવલ્લી જિલ્લા માં સથંબા માં 27 મિમી (1.06 ઇંચ), બાયડમાં 27 મિમી (1.06 ઇંચ), મેઘરજમાં 19 મિમી (0.75 ઇંચ) અને માલપુરમાં 13 મિમી (0.51 ઇંચ) વરસાદ નોંધાયો હતો , ડાંગ જિલ્લા માં ડાંગ તાલુકા માં 24 મિમી (0.94 ઇંચ) અને વઘઈ માં 23 મિમી (0.91 ઇંચ) વરસાદ નોંધાયો હતો , પંચમહાલ જિલ્લા માં શેહરા માં 21 મિમી (0.83 ઇંચ), કાલોલમાં 18 મિમી (0.71 ઇંચ), ગોધરા માં 17 મિમી (0.67 ઇંચ), ઘોઘંબામાં 16 મિમી (0.63 ઇંચ) અને મોરવા (હડફ)માં 15 મિમી (0.59 ઇંચ) વરસાદ નોંધાયો હતો , બોટાદ જિલ્લા માં બરવાળા માં 19 મિમી (0.75 ઇંચ) વરસાદ નોંધાયો હતો , મહિસાગર જિલ્લા માં બાલાસિનોર માં 19 મિમી (0.75 ઇંચ), ખાનપુરમાં 16 મિમી (0.63 ઇંચ), લુણાવાડા માં 15 મિમી (0.59 ઇંચ), કડાણા માં 12 મિમી (0.47 ઇંચ) અને વિરપુર માં 12 મિમી (0.47 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
  જ્યારે ગાંધીનગર જિલ્લા માં દહેગામ માં 18 મિમી (0.71 ઇંચ) વરસાદ નોંધાયો હતો , ભાવનગર જિલ્લા માં વલ્લભીપુર માં 17 મિમી (0.67 ઇંચ), મહુવા માં 14 મિમી (0.55 ઇંચ) અને ઉમરાળા માં 13 મિમી (0.51 ઇંચ) વરસાદ નોંધાયો હતો ,
સાબરકાંઠા જિલ્લામાં તલોદ માં 16 મિમી (0.63 ઇંચ) વરસાદ નોંધાયો હતો , નવસારી જિલ્લા માં વાંસદા માં 14 મિમી (0.55 ઇંચ) વરસાદ નોંધાયો હતો.
      આ ઉપરાંત રાજ્ય ના આશરે 44 તાલુકા ઓ માં ઝાપટા નોંધાયા છે.

(8:14 PM IST)