તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
જલોદરા ગામના રસ્તા ઉપર બે ફોર વ્હીલ ગાડીમાંથી 13.92 લાખનો દારૂનો મુદામાલ તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યો
દેડિયાપાડા અને સાગબારામાંથી એક બાદ એક દારૂ ઝડપી પાડયા બાદ હવે તિલકવાડા તાલુકોમાંથી પણ વિદેશી દારૂ પકડાયો:ખોટી/બનાવટી નંબર પ્લેટો અસલી હોવા તરીકે વાહન પર લગાડી ઉપયોગ કરી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જલોદરા ગામના રસ્તા ઉપરથી બે ફોર વ્હીલ ગાડીમાંથી 13.92 લાખનો દારૂનો મુદામાલ તિલકવાડા પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ફોરવ્હીલ ક્રેટા ગાડી નંબર- GJ-13-AR-7877 તથા બ્રેઝા ફોરવ્હીલ ગાડી નંબર- GJ-36-AJ- 9421ના ચાલકે એકબીજાના મેળાપીણામાં પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી, ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વગર પાસ પરમીટે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવા માટે બ્રેઝા ફોરવ્હીલ ગાડીની શીટની વચ્ચે તથા ડીકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ શીલબંધ પુઠ્ઠાના બોક્ષમાં તથા છુટા સેમ્પલ નંગ- ૧૪૮૮ કિ.રૂ.૩,૬૬,૦૪૮/- તેમજ ભારતીય બનાવટના બિયરના ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૨૬,૨૮૦/- નો મુદ્દામાલની મળી કુલ બોટલ નંગ-૧૬૦૮ જેની કુલ કિંમત- ૩,૯૨,૩૨૮/- તથા ફોર વ્હીલ ગાડી નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦૦૦/- (અંકે રૂપિયા દશ લાખ પુરા) તેમજ ખોટી/બનાવટી નંબર પ્લેટો અસલી હોવા તરીકે વાહન પર લગાડી ઉપયોગ આર.ટી.ઓ.રજીસ્ટ્રેશન નંબર પ્લેટો નંગ-૦૩ મળી કુલ કિ.રૂ.૧૩,૯૨,૩૨૮-/ ની હેરાફેરી કરી વજેરીયા આ.પો. ચેક પોસ્ટ પર નાકાબંધી જોઇ ભાગી જઇ આગળ જતા બુજેઠા ચેક પોસ્ટ નાકાબંધી જોઇ જલોદરા એપ્રોચ રસ્તા પર ગાડીઓ વળાવી દઈ અંધારનો તેમજ ઝાડીઓનો લાભ લઇ મુદ્દામાલની ગાડીઓ મુકી ભાગી જઇ ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
