<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

તાપીના વાલોડની પ્રાથમિક શાળામાં જીવંત વીજતાર તૂટી પડ્યો

શાળાના કેમ્પસમાં જ જીવંત વીજતાર તૂટી પડતાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામની પ્રાથમિક શાળામાં દુર્ઘટના સર્જાઈ હતી. શાળાના કેમ્પસમાં આવેલા શેડ પર ખેતીવાડી લાઇનનો જીવંત વીજતાર તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભીમપોર પ્રાથમિક શાળામાં 29 બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળાના કેમ્પસમાં જ જીવંત વીજતાર તૂટી પડતાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. 

 ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં વારંવાર વીજતાર તૂટી પડવાની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વીજ વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ ઊઠી છે.

(11:41 AM IST)