<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મોસ્કુટની મહાત્મા ગાંધી આશ્રમશાળાના બાળકો અચાનક ધુણવા લાગતા શિક્ષકોના જીવ અદ્ધર થયા

લગભગ ૧૧ જેટલા બાળકોને દેડિયાપાડા અને રાજપીપળા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા:શાળા સમયે આ બાળકો શાળામાં માતાજીની પુંજા કરતા હતા ત્યારે અચાનક ધુણવા લાગ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોસ્કૂટ ગામની મહાત્મા ગાંધી આશ્રમ શાળામાં અચાનક એક બાળક ધુણવા લાગ્યો જે જોતા બીજો અને ત્રીજો આમ 11 જેટલા બાળકો એક પછી એક ધુણવા લાગતા શીક્ષકોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે મુખ્ય શિક્ષક દ્વારા 108 ને ફોન કરી તાત્કાલિક શીક્ષકો દેડિયાપાડા હોસ્પિટલ ખાતે લઈ જવાયા જ્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આશ્રમ શાળા બાળકો એક પછી એક ધુણવા લાગતા પ્રાથમિક ધોરણે કદાચ ફૂડ પોઇઝનીગ થયું હોવાની વાત વહેતી થઈ જોકે દેડિયાપાડા સરકારી હોસ્પિટલમાં સ્થળપર ના તબીબોએ ચેકીંગ કરતા કોઈ ઝાડા ઉલ્ટી કે પેટમાં દુઃખાવાની ઘટના નહોતી પરંતુ આ ધુણવા ની ઘટના માનસિક હોય વધુ ચકાસણી કરવા રાજપીપળા સિવિલમાં લઈ જવામાં આવ્યા.
 આ બાળકો ક્યારેક ક્યારેક શાળામાં માતાજી ને અગરબત્તી અને પુંજા કરતા હોય ગઈકાલે પણ આ પુંજા કરતા જ ધુણવા લાગ્યા હતા. ત્યારે મોસ્કુટ આશ્રમશાળા ના બાળકો ની ધુણવાની માહિતી મળતા મારા સાથી શિક્ષકોને કહી 108 મારફતે ડેડિયાપાડા હોસ્પિટલમાં લઈ ગયા હું મોડી રાત સુધી હોસ્પિટલમાં જ મારા શીક્ષકો સાથે હતો બધા બાળકો સ્વસ્થ છે. રાજપીપળા માત્ર ચેકીંગ માટે લઈ જવાયા છે.### પ્રવિણસિંહ ઉમાધરીયા (આચાર્ય આશ્રમશાળા, મોસ્કુટ)
મોસ્કુટ સ્કૂલની માહિતી.મળી સારવાર કરનાર ડોક્ટર સાથે.મારી વાતચીત થઈ કોઈ પણ બાળકને ફૂડ પોઇઝનિંગ ની અસર નહોતી બાળકો એક બીજાને જોઈ ધુણતા હતા. આવું થવા પાછળનું કારણ શોધવા રાજપીપળા રીફર કર્યા છે. બાકી બાળકો સ્વસ્થ છે..## ડો.મેહુલ નકુમ (તાલુકા હેલ્થ ઓફિસર

(10:56 PM IST)