<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

વડોદરાના રણોલી ગામમાં કેમિકલની દુર્ગંધથી સ્થાનિક રહીશો ભારે હાલાકી

સત્યનારાયણ સોસાયટીના રહીશોના આક્ષેપ મુજબ સોસાયટીની આસપાસ કેમિકલ ભરેલી ગાડીઓ ખાલી કરવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ

વડોદરાના રણોલી ગામમાં કેમિકલની દુર્ગંધથી સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સત્યનારાયણ સોસાયટીના રહીશોના આક્ષેપ મુજબ, સોસાયટીની આસપાસ કેમિકલ ભરેલી ગાડીઓ ખાલી કરવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ પડી રહી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. દુર્ગંધને કારણે સોસાયટીમાં બીમારીઓ વધવાની પણ રહીશોને ભીતિ સતાવી રહી છે. સ્થાનિકોએ આ સમસ્યાના કાયમી ઉકેલની માગ કરી છે.

(12:06 PM IST)