તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
અમદાવાદના મકરબા વિસ્તારમાં વરસાદ બાદ પણ વરસાદી પાણી ન ઓસરતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા
મકરબાના મુખ્ય રોડ પર ઢીંચણસમા પાણી ભરાયેલા રહેવાની સાથે ગટર બેક મારવાની સમસ્યા સર્જાતાં ચારેય તરફ દુર્ગંધ અને ગંદકી ફેલાઈ

અમદાવાદના મકરબા વિસ્તારમાં વરસાદ અટકી ગયા બાદ પણ વરસાદી પાણી ન ઓસરતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મકરબાના મુખ્ય રોડ પર ઢીંચણસમા પાણી ભરાયેલા રહેવાની સાથે ગટર બેક મારવાની સમસ્યા સર્જાતાં ચારેય તરફ દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે, જેના કારણે લોકોને આવા અતિ અસ્વસ્થ પાણીમાંથી ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા નિકાલની કોઈ યોગ્ય કામગીરી ન કરાતાં સ્થાનિકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
