તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
વડોદરામાં ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોનો રોષ યથાવત : હવે વોર્ડ નં -19માં નાગરિકોના આક્રોશનો સામનો કરવો પડ્યો
રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે જીત્યા બાદ કોઈ પણ કોર્પોરેટર તેમની સમસ્યાઓ સાંભળવા આવતો નથી:પ્રોપર્ટી કાર્ડ ન મળતા હોવા અને લાંચ માંગવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરી

વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 19માં ભાજપ ઉમેદવાર નિમિષા પંચાલને નાગરિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં લોકોએ ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે “તમારા વડીલ સારા છે એટલે તમે ટક્યા છો” અને ઉમેર્યું કે તેમનો વિરોધ વ્યક્તિગત નથી પરંતુ સિસ્ટમ સામે છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે જીત્યા બાદ કોઈ પણ કોર્પોરેટર તેમની સમસ્યાઓ સાંભળવા આવતો નથી. તેમણે પ્રોપર્ટી કાર્ડ ન મળતા હોવા અને લાંચ માંગવામાં આવતી હોવાની પણ ફરિયાદ કરી હતી. સાથે જ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઉમેદવાર અગાઉ કાર્યકર્તા હતા તો વોર્ડની સમસ્યાઓનો અભ્યાસ કેમ નહોતો કર્યો. સમગ્ર ઘટનાએ સ્થાનિક સ્તરે નાગરિકોમાં વધતા અસંતોષને સ્પષ્ટ કર્યો છે.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
