<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

વડોદરાના શિનોરના માલસર વિસ્તારમાં ‘ચૂઈ ગેંગ’ના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ:કડક કાર્યવાહીની માંગ

જેલમાંથી છૂટતાં જ ગેંગના શખ્સોએ વિસ્તારમાં હિંસક કૃત્યો શરૂ કર્યા હોવાનો આરોપ: લુખ્ખા તત્વોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કરી ઘરમાં ઘૂસીને મહિલાઓ અને વૃદ્ધોને માર માર્યાનો પણ દાવો

  

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર વિસ્તારમાં ‘ચૂઈ ગેંગ’ના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, જેલમાંથી છૂટતાં જ ગેંગના શખ્સોએ વિસ્તારમાં હિંસક કૃત્યો શરૂ કર્યા હોવાનો આરોપ છે. લુખ્ખા તત્વોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કરી ઘરમાં ઘૂસીને મહિલાઓ અને વૃદ્ધોને માર માર્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

    સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપીઓએ પોલીસ સામે પણ દાદાગીરી દર્શાવી હતી અને ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે અને લોકોમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

(12:23 PM IST)