News of Sunday, 31st May 2026
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ક્રિકેટ રમવાના મુદ્દે સ્થાનિકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો
સોસાયટી પરિસરમાં રમી રહેલા બાળકોને સિક્યુરિટી ગાર્ડ દ્વારા ધમકાવવામાં આવ્યા અને લાકડી વડે હુમલો કરાયાનો આક્ષેપ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ક્રિકેટ રમવાના મુદ્દે સ્થાનિકો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો છે. સોસાયટી પરિસરમાં રમી રહેલા બાળકોને સિક્યુરિટી ગાર્ડ દ્વારા ધમકાવવામાં આવ્યા હોવાનો અને તેમની પર લાકડી વડે હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાથી નારાજ થયેલી એક મહિલા સોસાયટીના ગાર્ડ સામે ક્રિકેટ બેટ લઈને વિરોધ કરવા પહોંચી હતી, જ્યાં જોતજોતામાં મામલો બિચક્યો હતો અને મહિલા તથા ગાર્ડ વચ્ચે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
