<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

રાજપીપળા દરબાર રોડ મોચીવાડ વિસ્તારમાં અમુક ઘરો ના બારણા ખખડાવતા સ્થાનિકો ને ચોરો નો ભય

પોલીસ સ્ટાફ પીએમ ના કાર્યક્રમ માં વ્યસ્ત હોય રાત્રિ પેટ્રોલિંગ નહીં થતા લોકો ભય ના ઓથા હેઠળ

( ભારત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા શહેરમાં આવેલા દરબાર રોડ મોચીવાડ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો ચોર ના ડરે ફફડી રહ્યા છે કેમકે  ગત રાત્રે અમુક ઘરોના બારણાં ખખડાવતા લોકો પોતાના ઘરમાં ડર ના માર્યા ભરાઈ રહ્યા હતા.
મોચીવાડ ના રહીશોના જણાવ્યા મુજબ ગત શુક્રવારે મોડી રાત્રે ફળિયા માં કેટલાક ઘરના બારણા કોઈકે ખખડાવ્યા હતા પરંતુ ભય ના માર્યા અમે બારણા ખોલ્યા નહીં હતા. સ્થાનિકો ના કહ્યા મુજબ કોઈક ચોરી કરવાના ઇરાદે આવ્યું હોવાનું અમને લાગ્યું હતું. કેમકે બારણા ખખડ્યા બાદ અમે કોણ છે તેમ પૂછવા છતાં કોઈજ જવાબ મળ્યો ન હતો. 
જોકે હાલમાં એક તરફ જીલ્લાની મોટાભાગની પોલીસ કેવડીયા એકતા પરેડ મા વ્યસ્ત છે જેથી રાજપીપળા પોલીસ મથકે પણ સ્ટાફ નહીં હોવાથી રાત્રિ પેટ્રોલિંગ કરવું મુશ્કેલ છે જેનો ફાયદો ઉઠાવવા ક્દાચ ચોરો ચોરી કરવા આવ્યા હોય શકે. ખેર જે હોય તે પરંતુ હાલ મોચીવાડ ના રહીશો ફફડી રહ્યા છે. જોકે આ ઘટના બાદ પોલીસ મથકે જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(8:09 PM IST)