News of Friday, 27th November 2026
ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ, શૌર્ય, બલિદાન અને આદિવાસી સમાજના હક-અધિકારો માટેના સંઘર્ષને સ્મરણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
છોટાઉદેપુર પ્રવાસના પ્રથમ દિવસે કવાંટની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ : આગેવાનો- કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત

અમદાવાદ તા.૨૭ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસનો પ્રથમ દિવસ છે.કવાંટની સૈડીવાસણ ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અર્પણ કરી હતી.
છોટાઉદેપુર જિલ્લાની ત્રિ-દિવસીય મુલાકાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ દિવસે છોટાઉદેપુર જિલ્લાના કવાંટની સૈડીવાસણ ખાતે આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ પુષ્પાંજલિ કરી ભગવાન બિરસા મુંડાના અદમ્ય સાહસ, શૌર્ય, બલિદાન અને આદિવાસી સમાજના હક-અધિકારો માટેના સંઘર્ષને સ્મરણ કર્યું.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
